મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ
કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ
SHARE
કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ
મોરબીના બીલીયા ગામે આવેલ રોયલ એબ્રેસિવ કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાનના રહેવાસી યુવાન સાથે કેમ અમારી બેન દીકરીઓને કામે રાખતા નથી અને કેમ અમારી ભેંસોને કારખાનામાં પાણી પીવા દેતા નથી તેવું કહીને ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારે એક શખ્સે લાકડાના ધોકાથી યુવાનને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય બે શખ્સોએ યુવાનને આડેધડ ઢીકાપાટુનો મારમારીને રોડ ઉપર ઢસડીને શરીરે તથા માથાના ભાગે ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બીલીયા ગામ પાસે આવેલ રોયલ એબ્રેસિવ કારખાનામાં રહેતા દિનેશભાઈ સગથાભાઈ આલ (26)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરમાનભાઈ ફારુકભાઈ, ફારુકભાઈ આદમભાઈ અને તોસીફભાઈ રહે. બધા બીલીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ગામમાં આવેલ દવાખાને ગયા હતા ત્યારે પાછળથી બે બાઈકમાં ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કહ્યું હતું કે, “કેમ અમારી બેન દીકરીઓને કામે રાખતા નથી અને કેમ અમારી ભેંસોને કારખાનામાં પાણી પીવા દેતા નથી” ત્યાર બાદ ઝઘડો કરીને ફારુકભાઈએ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે તથા અરમાન અને તોસીફે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ ઉપર ઢસડીને માથામાં તેમજ શરીરે ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
સામાકાંઠે મારામારી
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તે રામકુવા નજીક ભગવતી ચેમ્બર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં દિલીપ ભીમાભાઇ ઓડેદરા (૩૧) અને દુલાભાઈ પુંજાભાઈ મોઢવાડિયા (૩૮) રહે.બંને મધુવન સોસાયટી આનંદનગર પાસે સામાકાંઠે મોરબી-૨ ઉપર લાલજી ભરવાડ તથા અન્ય ઇસમ દ્વારા ધારિયા-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.જોકે બનાવ અંગે તથ્ય શું છે તે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.મારામારીનો બીજો બનાવ મોરબીના લાલબાગ વિસ્તારના કોર્ટ પરિસર નજીક બન્યો હતો.જેમાં વિજય બાબુભાઈ કુરિયા (૪૫) રહે.રોટરીનગર લાલબાગ પાછળ તથા ઉગાભાઈ સુખાભાઈ રેણુકા (૩૫) રહે.ભાગ્યલક્ષમી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી-૨ ને ઇજા પામેલ હાલતમાં સારવારમાં લઇ જવામાં આવ્યા હતા. મોરબીના માળીયા હાઇવે ભરતનગર પાસે કોઝી સેનેટરી પાસે ટ્રક ઉપરથી પડી જતા આદિલ કરીમભાઈ (૩૦) રહે. માળીયા મિંયાણા ઇજા પામેલ હોય મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ નિટ પ્રોટીન નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો મુકેશ મુન્નાભાઈ નિસાદ (૨૪) નામનો યુવાન એક માળ જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબી તાલુકાના ખાખરાળા ગામે ગુલમહોર નામના યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં રીન્કીદેવી ઉમેશભાઈ યાદવ નામની ૨૬ વર્ષીય મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી.તેમજ જાંબુડીયા પાસેના બેઝ સિરામિક ખાતે યુનિટમાં કામ દરમિયાન પડી જતા ખોડાભાઈ સુરાભાઇ સરાવાડીયા (૩૦) નામના યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.