મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા


SHARE





મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા

મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે દર વર્ષની જેમાં આજે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા હતા અને શોભાયાત્રા નો રૂટ આજે નંદઘેરા નંદ ભયો જય કનૈયા લાલા કી ની ગુંજથી ગુંજી ઉઠ્યો હતો. 

મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં અવાયું હતું અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મેયર ઉતમભાઈ સુરાણી તેમજ મહાપાલિકાના ચેરમેનો સહિતના ચૂંટાયેલા સભ્યો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા આ  શોભાયાત્રા સુપર ટોકીઝ, પરબજાર, નવા ડેલા, જૂના બસ સ્ટેશન, રામ ચોક, રવાપર રોડ, શાકમાર્કેટ ચોક, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે અને એક કે બે નહીં પરંતુ જુદીજુદી 20 જેટલી જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેર અને તાલુકામાંથી ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અને આ આયોજનને સફળ બનાવવા માટે વિહિપના શહેર પ્રમુખ કમલેશભાઈ બોરિચાની આગેવાનીમાં સર્વે હિન્દુ સંગઠનની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News