હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી


SHARE





રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી મોરબી આવ્યા હતા ત્યારે મોરબી સિરામિક એસો. તથા અન્ય એસો.ના આગેવાનો તેમજ ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી

આ બેઠકમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંઘાત, સંદીપભાઈ કુંડારીયા, અજયભાઈ મારવાણિયા તથા અન્ય આગેવાનો દ્વારા મંત્રીનું શ્રી રામ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, વર્તમાન પડકારો તેમજ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે જરૂરી મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગને વધુ ગતિશીલ, આધુનિક અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના સહયોગ, યોગ્ય નીતિઓ અને ઉદ્યોગકારોના સંકલિત પ્રયાસોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી




Latest News