મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો


SHARE









મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો

મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ તથા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘વ્યાસ શરદોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શરદોત્સવમાં મોરબી ઉપરાંત રાજકોટ, ગોંડલ અને જામનગર સહિત વિવિધ શહેરોમાંથી વ્યાસ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

આ કાર્યક્રમનો પ્રારંભ સમાજના વડીલો દ્વારા સામૂહિક રીતે માતાજીની આરતી કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વ્યાસ જ્ઞાતિના જ પાંચ ગાયક કલાકારોએ સુમધુર ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત અને આધુનિક ગરબાના તાલે બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા આયોજકો દ્વારા કાર્યક્રમ દરમિયાન સમયાંતરે સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આ શરદોત્સવને વધુ યાદગાર બનાવવા કાર્યક્રમ સ્થળે અલગ-અલગ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ભવ્ય આદિયોગીની પ્રતિમા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર વ્યાસ સમાજને એક મંચ પર લાવી સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો આ શરદોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠનના તમામ સભ્યો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News