મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર


SHARE







મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર

મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્રારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા અને રાસ ગરબે રમ્યા હતા અને રસોત્સવમાં ભાગ લેનાર દીકરીઓને આયોજકો દ્વારા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી ધર્મેશભાઈ રાવલ તેમજ વિશ્વાસભાઈ જોષી સહિતની ટિમ દ્વારા બ્રહ્મ સમાજ માટે શરદપૂર્ણિમા મહારાસોત્સવ– 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવારે રાતે મોરબીમાં ઉમા ટાઉનશીપની સામે અને ભારતી વિદ્યાલય પાસે આવેલ માં નવરાત્રિના ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો આવ્યા હતા અને ખાસ કરીને ગરબે રમવા માટે ઘણી દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવી હતી અને શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે યોજાયેલ શરદોત્સવમાં રાસ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. ખાસ કરીને મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની ટીમ દ્વારા જે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજની વિવિધ પાંખના હોદેદારો તેમજ સમાજના અધિકારીઓએ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને રાસ ગરબાને માણ્યા હતા. આ વખતે દીકરીઓ દ્વારા માત્ર 4 દિવસની પ્રેક્ટિસ કરીને તલવાર રાસ તૈયાર કરવામાં આવેલ હતો જે રસોત્સવમાં આવેલા લોકોની સમક્ષ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આ રાસની સહુ કોઈએ પ્રસંશા કરી હતી અને ઉલેખનીય છેકે, રાસોતસવમાં ભાગ લેનાર દીકરીઓમાંથી સારા રાસ ગરબા લેનાર દીકરીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી ધર્મેશભાઈ રાવલ તેમજ વિશ્વાસભાઈ જોષી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે




Latest News