લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથે થયેલ બોલચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઈપ વડે કર્યો હુમલો


SHARE









માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથે થયેલ બોલચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઈપ વડે કર્યો હુમલો

માળીયા મીયાણાના કાજેરડા ગામે રહેતા યુવાનના ભત્રીજા સાથે બોલાચાલી ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા પગ, કેડ અને માથાના ભાગે માર મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના કાજેરડા ગામે અબ્બાસ બાપુના ઘર પાસે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (35)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમજાનભાઈ મોવર, આર્યન, આબિદ રમજાનભાઈ મોવર રહે. ત્રણેય કાજેડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને તેના જણાવ્યું છે કે તેના ભત્રીજા સાથે આરોપીઓને બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે તેને શરીરે જેમ ફાવે તેમ માર મારીને ડાબા પગમાં ફ્રેક્ચર તથા કેડના ભાગે અને માથાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News