મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત


SHARE





મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે રહેતા પરિવારનો આઠ માસનો દીકરો કોઈ કારણોસર પાણીની ડોલમાં ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે રહેતા સુનિલભાઈ ચાંગડનો આઠ માસનો દીકરો અર્જુન કોઈપણ કારણોસર પાણીની ડોલમાં ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં બે યુવાનને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર સામે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભાવેશ ગોરધનભાઈ સોલંકી (25) રહે. ઇન્દિરાનગર મોરબી તેમજ મોહિત સલીમભાઈ પઠાણ (20) રહે. સોઓરડી મોરબી વાળાઓને ઈજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News