મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન


SHARE





માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાનની થોડા સમય પહેલા પીપળીયા ચાર રસ્તા નજીક જામનગર રોડ ઉપર કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલ આરોપીના ઘરે મૃતક યુવાનના પરિવારમાંથી 5 મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓ ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીને ઘરની બહાર કાઢીને તેમજ ઘરમાં સળગાવી નાખી હતી અને 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના નવી નવલખી ગામના મૂળ રહેવાસી અને હાલ જામનગર માધાપર ભૂંગા વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાચા (45)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ હારુનભાઈ સોતા, ઇશાક કરીમભાઈ પઠાણ, સકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હસનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 11/5 ના રોજ તેઓના ગામના રહેવાથી અબ્બાસ અબ્દુલભાઈ સોતાની પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં હાલના ફરિયાદી મહિલાનો દીકરો હુસેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય બાબતનું મનદુઃખ રાખીને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નવી નવલખી ગામે આવેલ ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરની અંદર અને બહારના ભાગમાં આગ ચાંપીને માલ સમાન સળગાવી નાખ્યો હતો જેથી 1.5 લાખની ઘરવખરીમાં નુકશાન કરેલ હોવાની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News