હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ


SHARE





મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ વર્ષ 2017 થી “Hand to Hand Blood Donation” ના સંકલ્પ સાથે 24×7 માટે શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરમાં કોઈપણ બ્લડ ગ્રુપની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ગ્રૂપ દ્વારા દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેથી આ સંસથાના સેવાયજ્ઞથી આજ સુધી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી જવાથી નવ જીવન મળ્યું છે. અને લોકોની જિંદગીઓ બચાવવામાં સફળતા મળી છે.

રક્ત એ કુદરતની એવી અમૂલ્ય ભેટ છે, જે આજ સુધી કોઈપણ મેડિકલ ટેકનોલોજી દ્વારા બનાવવું શક્ય બન્યું નથી. એક માણસ જ બીજા માણસને રક્ત આપી શકે છે ત્યારે માનવતાને જીવંત રાખવા અને રક્તદાન મહાદાનના પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે મોરબીમાં યુવા શક્તિ ગ્રુપને વધુમાં વધુ રક્તવીર રક્તદાતાઓની જરૂર છે. અને  મોરબીમાં રહેતા કોઈ પણ વ્યક્તિ કોઈપણ દર્દીને તાત્કાલિક જરૂરિયાતના સમયે જો રક્ત આપવા ઇચ્છતા હોય તો તેઓએ પોતાનું પૂરું નામ, બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર લખીને સંસથાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર વ્હોટ્સએપમાં સેન્ડ કરવા માટે અનુરોધ કર્યો છે. કેમ કે, ખરા સમયે કરવામાં આવેલ રક્તદાનથી કોઈના પરિવારને નવી આશા મળે છે અને કોઈની જિંદગી બચાવીને નવું જીવન આપી શકાય છે.




Latest News