હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ


SHARE





મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ

મોરબીમાં હોટલના ધંધાથીએ વ્યાજે જુદાજુદા લોકો પાસેથી રૂપિયા લીધેલ હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા અનેક ગણું વધારે વ્યાજ અને રૂપિયા ચૂકવી આપેલ હતા. છતાં પણ તેની પાસેથી મૂડી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ દેવામાં આવતી હતી જેથી હોટલના ધંધાર્થીઆપઘાત કરી દીધો હતો. જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ સાત શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા (૩૪) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ઇમરાન ગુલામભાઈ માડકિયા રહે.મોરબી, અજય ભટ્ટ રહે. વાઘપરા, ગીરીરાજસિંહ ગોહિલ રહે.રાજકોટ , ભરત રબારી રહે.થોરાળા, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ રહે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, વિપુલ જેસંગભાઈ રાઠોડ રહે.નવલખી રોડ મોરબી તથા કિશનભાઇ રબારી રહે.મકનસર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (૫૦) એ સાતેય શખ્સો પાસેથી સમયાંતરે રૂપિયાની જરૂર હતી ત્યારે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેનાથી વધુ રૂપિયા પાછા આપી દીધા હતા છતાં પણ તેની પાસેથી રૂપિયા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ આપવામાં આવતી હતી જેનાથી કંટાળીને ફરિયાદીના પિતાએ આપઘાત કરી લીધેલ હતો. આ ગુનામાં પોલીસે અગાઉ કિશનભાઇ મનુભાઈ રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ, ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, અજીત જેસંગભાઈ રાઠોડ તેમજ વિપુલ જેસંગભાઈ રાઠોડની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.વી.ઝાલા અને તેની ટીમે આરોપી ઇમરાન ઉર્ફે ઢબો ગુલામહુસેનભાઈ માડકિયા (43) રહે. જવેરી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લીધા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબી જેલ હવાલે કરેલ છે.




Latest News