હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં વજેપર શેરી નં. 23 માં રહેતા શખ્સનાં ઘરમાંથી થોડા દિવસો પહેલા એસઓજીની ટીમ દ્વારા 1 કિલો 992 ગ્રામ ગાંજો અને 11 ગ્રામ 37 મિલીગ્રામ હાઇબ્રીડ ગાંજો ઝડપી લીધેલ હતી અને કુલ મળીને 1,45,549 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે ગુનામાં હાલમાં એ ડિવિઝન પોલીસની ટીમે માલ આપનારા રાજકોટના શખ્સની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટિમે થોડા દિવસો પહેલા વજેપર વિસ્તારમાં શેરી નં. 23માં રહેતા દાઉદભાઈ કુરેશીના મકાનમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1 કિલો 992 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 99,600 તથા હાઇબ્રીડ ગાંજો 11 ગ્રામ 37 મિલીગ્રામ જેની કિંમત 38,629 મળી આવ્યો હતો અને આ ગાંજાનો જથ્થો તેણે રાજકોટના ગામિત નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગાંજા સહિત કુલ 1,45,549 ની કિંમતના મુદ્દામાલ સાથે જે તે સમયે આરોપી દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી રહે. વજેપર શેરી નં. 23 મોરબી વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાયો હતો  આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ જે.વી.ઝાલા અને તેની ટીમે આરોપી મહોશીન જાનમામદભાઈ લંજા (28) રહે. 10 ઓરડી ગંજી વાડા દૂધ સાગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મારામારીમાં ઇજા

મોરબી સામાકાંઠે ભડીયાદ નજીક થયેલ મારામારીના બનાવમાં રાજેશભાઈ ભીખુભાઈ જાદવાણી (૪૩) રહે.વાવડી રોડ સોમૈયા સોસાયટીને ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.તેમજ મોરબી વાંકાનેર હાઇવે પોલીસ હેડ ક્વાર્ટરના સામેના ભાગે અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીરપણે ઘવાયેલી હાલતમાં દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા નામના ૩૩ વર્ષીય વાંકાનેરના રહેવાસી યુવાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસસૂત્રોએ જણાવેલ છે.તેમજ મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે કોઈ કારણોસર ટીકડા ખાઈ ગયેલા ચિરાગભાઈ ભીખાભાઈ રત્નાણી નામના ૩૪ વર્ષના યુવાનને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના નાની વાવડી ગામે ઘર નજીક રમી રહેલ ઉત્તમ જયેશભાઈ જાદવ નામના ૧૩ વર્ષના બાળકને કોઈ મોટરસાયકલ ચાલકે હડફેટ લેતા તેને ઈજા થઈ હોય ઉતમને સારવાર માટે સીવીલે લવાયો હતો. જ્યારે મોરબી નજીક આવેલા તળાવિયા શનાળા ગામે રમતા રમતા પેટ્રોલ પી ગયેલા રૂષભ ઈન્દ્રકુમાર નામના ત્રણ વર્ષના બાળકને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News