મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું


SHARE









મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, રાજ્યના મંત્રી તેમજ સાંસદ, માજી મંત્રી, માજી સાંસદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને છેલ્લા 12 વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા અનેકવિધ વિકાસ કામોની વાતોને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને તેઓની કામ કરવાની કાર્યપ્રણાલીમાંથી શીખ લઈને જો ભાજપના દરેક કાર્યકરો કામ કરશે તો સો ટકા આગામી સમયમાં ખૂબ સારા પરિણામો મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા 12 વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના છેવાડાના માનવી સુધી જે લોકોને સુખ સુવિધાઓ મળે તેના માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેનો લાભ મેળવવાથી લોકોને કેટલો ફાયદો થયો છે આ તમામ માહિતી આગેવાનો દ્વારા ભાજપના કાર્યકર્તાઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયામ તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જયંતીભાઈ કવાડિયા સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સાથે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યારે દેશના વડાપ્રધાન છે ત્યાં સુધીમાં તેઓએ કરેલી કામગીરીને સૌ આગેવાનોએ વગોળી હતી અને તેઓ દ્વારા જે રીતે ઝડપથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવામાં આવે છે તેમાંથી પ્રેરણા લઈને ભાજપના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા કામ કરવામાં આવશે તો સો ટકા તેના સારા પરિણામો મળશે અને લોકોની સુખ સુવિધાઓમાં પણ વધારો થશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત હતી.




Latest News