મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન


SHARE









મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન

મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે મોરબીમાં સનાળા ખાતે આવેલા શક્તિ માતાના મંદિર પરિસરમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.

મંત્રીઓએ શ્રમદાનમાં સક્રિય સહભાગી બની નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી અને મોરબીના પ્રત્યેક નાગરિકને ‘સ્વચ્છાગ્રહી’ બનવા હાકલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન લોકોને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાબૂદ કરવા, ‘મારો કચરો-મારી જવાબદારી’ ભાવના કેળવવા, ‘સ્વચ્છ શહેર-સુંદર શહેર’ બનાવવા અને ‘પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો’ સહિતના લોકજાગૃતિના પ્રેરક સંદેશાઓ આપવામાં આવ્યા હતા. શનાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા.




Latest News