મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે


SHARE









મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-મોરબી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) ની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારો પાસેથી આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ લેવા માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબી જિલ્લાની માન્ય સી.બી.એસ.ઈ. (CBSE) અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સંલગ્ન શાળામાંથી ધોરણ-૧૦ ની પરીક્ષા ઓછામાં ઓછા ૬૦% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર ઉમેદવારે ધોરણ-૧૦ માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ ૬૦% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ અનુસાર, વિદ્યાર્થીની જન્મતારીખ ૦૧-૦૬-૨૦૦૯ થી ૩૧-૦૭-૨૦૧૧ ની વચ્ચે (બંને તારીખો સહિત) હોવી જરૂરી છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમોનુસાર ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષાના ગુણોના મેરિટના આધારે તદ્દન પારદર્શી રીતે કરવામાં આવશે.

પ્રવેશ ફોર્મ મેળવવા માટે ઈચ્છુકોએ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું આ અરજીપત્રક જરૂરી શૈક્ષણિક દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો સાથે શાળાની કચેરીએ સમય દરમિયાન રૂબરૂ જમા કરાવી શકાશે અથવા સંસ્થાના સત્તાવાર ઈ-મેઈલ jnvmorbi@gmail.com પર ઓનલાઈન પણ મોકલી શકાશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.




Latest News