વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના


SHARE











મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના

દેશના ભાવિ નાગરિકો એવા બાળકોનું સ્વાસ્થ્ય સુદ્રઢ બને અને શિક્ષણની સાથે તેમનું પોષણ સ્તર પણ જળવાઈ રહે તે માટે સરકારની પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજનાહેઠળ મોરબી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટીકા તેમજ ધોરણ ૧ થી ૮ ના પાત્રતા ધરાવતા લાખો બાળકોને મધ્યાહન દરમિયાન ગરમાગરમ, તાજું અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે. આટલું જ નહીં, બાળકોમાં પોષણની માત્રા વધારવાના આશય સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાઅંતર્ગત વિદ્યાર્થીઓને સવારના સમયે પૌષ્ટિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે.

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબીજિલ્લાના પાંચેય તાલુકાઓના કુલ ૬૫,૪૧૩ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લઈને ૨૪,૭૬,૫૭,૭૦૧ ની સહાય રકમ થકી પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવ્યો છે. આ યોજનાની તાલુકાવાર પ્રગતિની વિગતો જોઈએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૯,૪૨૦ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે, જેના માટે કુલ ૭,૫૨,૩૦,૭૨૪ ની માતબર સહાય રકમનો ખર્ચ કરાયો છે. જ્યારે વાંકાનેર તાલુકામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના ૧૬,૯૦૨ બાળકોને મધ્યાહન ભોજનનો લાભ પહોંચાડીને કુલ ૬,૫૧,૭૯,૪૦૯ ની સહાય ચૂકવવામાં આવી છે. હળવદ તાલુકાની વિવિધ શાળાઓના ૧૭,૬૪૨ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારથી લાભાન્વિત કરવા માટે કુલ રૂ. ૫,૭૩,૦૬,૯૪૦/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. ટંકારા તાલુકાના ૫,૯૫૯ બાળકોને પીએમ પોષણ યોજના હેઠળ આવરી લઈ કુલ રૂ. ૨,૪૯,૭૫,૪૬૭/- ની સહાય રકમ ફાળવવામાં આવી છે. માળિયા તાલુકાના ૫,૪૯૦ લાભાર્થી બાળકોને પણ સાંકળી લઈને રૂ. ૨,૪૯,૬૫,૧૬૧/- ની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. સરકારની કટિબદ્ધતા અને પારદર્શી અમલીકરણ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્રના સુચારુ સંકલનના પરિણામે પીએમ પોષણ યોજનામોરબી જિલ્લાના છેવાડાના શ્રમિક અને ગરીબ પરિવારોના બાળકો માટે શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસનું સાચું માધ્યમ સાબિત થઈ રહી છે.






Latest News