મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ


SHARE









મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર “ચલો બુઢા અમરનાથ” સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ભગવતીનગર બેઝ કેમ્પથી પ્રારંભ થશે અને તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કટરા ખાતે પૂર્ણ થશે.

બુઢા અમરનાથ યાત્રા હિન્દુ સમાજની આસ્થા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાનું પ્રતિક છે.મોરબી જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓ, યુવાનો, માતા-બહેનો તથા વડીલોને આ પવિત્ર યાત્રામાં જોડાઈ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આહવાન કરવામાં આવે છે.યાત્રિકોએ પોતાના આવવા-જવાની ટ્રેન ટિકિટ જાતે બુક કરવાની રહેશે.ટ્રેનની વિગત તા.૧૮-૮-૨૬ ના રોજ સવારે ૧૦:૦૫ વાગે રાજકોટ જંકશનથી ઉપડશે (ટ્રેન નં. ૧૨૪૭૫) જે ૧૯-૮-૨૦૨૬ ના રોજ બપોરે ૩ વાગે જમ્મુતાવી પોચાડશે.અને તા. ૧૯-૮-૨૬ ના રોજ સવારે ૧૦:૦૫ રાજકોટ જંકશન થી ઉપડશે (ટ્રેન નં. ૧૨૪૭૭) જે ૨૦-૮-૨૬ ના રોજ બપોરે ૩ વાગ્યે જમ્મુતાવી પોચાડશે.યાત્રામાં નોંધણી કરાવવા માટે ટ્રેન બુકિંગ ટિકિટની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા, યાત્રા શુલ્ક રૂ. ૨૦૦૦/- (એકવાર શુલ્ક જમા કરાવ્યા બાદ યાત્રા રદ કરવાના સંજોગોમાં શુલ્ક પરત આપવામાં આવશે નહીં.) યાત્રા અંગેની સંપૂર્ણ માહિતી માટે રૂપેશભાઈ મો. ૯૯૨૫૭ ૭૭૦૪૪ (વ્રજભૂમિ જ્વેલર્સ, નગરદરવાજા અંદર, મેઈન બજાર લાઇન, ચીચા કંદોઈ શેરી પાસે, મોરબી) અથવા કૃષપભાઈ મો.૮૨૦૦૦ ૨૧૦૨૨ (ટેઈલર પોઇન્ટ, સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ, રામચોક, શનાળા રોડ, મોરબી) નો સંપર્ક કરવાનો રહેશે.તેમ યાદીમાં જણાવેલ છે.




Latest News