વાંકાનેર પાલીકાના કર્મચારીને ઓફિસમાં આવીને ધમકી આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાતા હડતાલ સમેટાઇ
મોરબીની નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાની કુસ્તી હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો
SHARE
મોરબીની નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાની કુસ્તી હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો
રાજ્ય કક્ષાની કુસ્તીની હરીફાઈ તાજેતરમાં દ્વારકા ખાતે યોજાઇ હતી જેમાં રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાથી ભાગ લેવા માટે ખેલાડીઓ આવ્યા હતા ત્યારે આ રાજ્ય કક્ષાની કુસ્તીની હરીફાઈમાં અન્ડર ૧૯ (૬૦ કે.જી.) ની સ્પર્ધામાં મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની વ્યાસ સિધ્ધીએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે જેથી કરીને તેને પરિવાર, શાળા તેમજ મોરબીનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે જેથી કરીને આ સિધ્ધ માટે તેને નિર્મલ સાયન્સ સ્કૂલ સંચાલકો તેમજ શિક્ષકો સહિતનાએ અભિનંદન આપ્યા હતા