મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા


SHARE









મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા હાલમાં ખાનગી વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના 7 દિવસ થઈ ગયા છે અને સાતમા દિવસે ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રક્તદાન કરવા ખેડૂતો ઉમટી પડ્યા છે.

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીની જે વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલો અને વીજ વાયરના વળતર બાબતે ગત તા. 18 થી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તેના 7 દિવસ પૂરા થયા છે ત્યારે સાતમા દિવસે એટલે કે તા. 24/6/2026 ના રોજ સવારે 9:00 વાગ્યાથી રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઉપવાસી છાવણી ખાતે ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને રક્તદાન કરવામાં આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે

આજે ગામમાં આવેલ મંદિરના મહંત કૈલાશગિરિ બાપુ તેમજ ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો. જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં તેઓના વીજ વાયર અને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેઓની પાસેથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની ખેડૂતો દ્વારા લડાઈ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખેડૂતો રક્તદાન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. ઉલેખનીય છે કે, ફેબ્રુઆરી 2025 માં રીબડા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 5419 બોટલ રક્ત એકત્રિત થયું હતું જેનાથી પણ વધુ રક્તની બોટલો જેતપર ગામે ઉપવાસી છાવણીમાં એકત્રિત થશે તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.  #મોરબી #morbi




Latest News