માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
SHARE
મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
મોરબીના જેતપર ગામની ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં છ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયા ગઈકાલે રાત્રિના સમયે બાથરૂમ કરવા માટે જતાં હતા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા અને ત્યારબાદ 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવીને તાત્કાલિક એવોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જોકે, 24 કલાક એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ રાખવા માટેનો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં પણ ત્યાં રાત્રિના સમયે જ્યારે ઉપવાસની તબિયત લથડી હતી ત્યારે એમ્બ્યુલન્સ કે મેડિકલ સ્ટાફ હાજર ન હતો જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી
મોરલી તાલુકાના જેતપર ગામ પાસેથી ખાનગી વીજ કંપનીની લાઈન પસાર થઈ રહી છે અને તેના માટે વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોના ખેતરની અંદર કામ શરૂ કરતાં પહેલાં ખેડૂતોને કેટલું વળતર મળશે ?, ક્યારે વળતર મળશે ? અને કેવી રીતે વળતર મળશે ? તે અંગેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે અને અગાઉ ખેડૂતોએ આ કામગીરી રોકાવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, ટ્રેક્ટર રેલી કરી હતી, પ્રતિક ઉપવાસ કર્યા હતા તેમ છતાં પણ તે લોકોની માંગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા હાલમાં તેઓના ખેતરની અંદર જે કામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે અને વળતર બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તે સહિતના 6 માંગ સાથે ગત તા. 18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ આમરણાંત ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસથી પાંચ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે જેમાં પાછળથી એક પુરુષ અને ત્રણ મહિલા આમ કુલ ચાર વ્યક્તિઓ જોડાતા કુલ મળીને નવ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે જોકે, નેહુલભાઈ અમૃતિયા પ્રથમ દિવસથી જ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે અને મંગળવારની રાત્રે નેહુલભાઈ અમૃતિયા બાથરૂમ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ચક્કર આવવાના કારણે તેઓ પડી ગયા હતા અને ત્યારબાદ તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખ નીય છે કે, આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારે પહેલા જ દિવસથી ઉપવાસી છાવણી ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સ્ટાફ રાખવા માટેનો લેખિતમાં હુકમ કરવામાં આવેલ છે તેમ છતાં પણ રાત્રિના સમયે જ્યારે ઉપવાસીની તબિયત લથડી હતી ત્યારે ઉપવાસી છાવણી પાસે એમ્બ્યુલન્સ કે મેડિકલ સ્ટાફ હાજર હતો નહીં જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાય હતી અને ગામના ખેડૂતો પોતાના હક માટે થઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો જીવે કે મરે તેની તંત્ર કે સરકાર કઈ પડી નથી તેઓ ઘાટ જેતપર ગામે જોવા મળ્યો હતો. #મોરબી #morbi