હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE









મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ 2022 માં સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે કેસ મોરબી જિલ્લાની પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલામ હેઠળ  21,500 દંડ ફટકાર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2022 ના જૂન માહિનામાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆએ 15 મૌખિક પુરાવા અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા તેમજ દલીલો કરી હતી તેને ધ્યાને લઈને કોર્ટે આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મુળજીભાઈ શેખવાને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 21,500 નો દંડ કર્યો હતો. તેમજ ભોગ બનનારને ગુજરાતની વિકટીમ કંપન્શેસન યોજના હેઠળ 4  લાખ રૂપિયા અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4,21,500 ચુકવવા માટે આદેશ કર્યો છે.




Latest News