મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો

હળવદના બુટવડા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેની દીકરીને પતિ દ્વારા ચારિત્રની શંકા રાખીને દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રા તાલુકાના થળા ગામના રહેવાસી ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ તેના જમાઈ મુકેશભાઈ ગણેશભાઈ લોદરીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જૂન 2025 માં તેઓની દીકરી અલ્કાબેનના લગ્ન મુકેશભાઈ લોદરીયા સાથે થયા હતા અને ફરિયાદીના જમાઈ ફરિયાદીની દીકરી ઉપર ચારિત્રની શંકા રાખતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે ફરિયાદીની દીકરીએ અવારનવાર અગાઉ તેઓને જાણ પણ કરી હતી જેથી સમાધાન કરવા માટેના ફરિયાદીએ તેના જમાઈ અને વેવાઈની સાથે વાત પણ કરી હતી જોકે, ફરીયાદીની દીકરીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવતી હતી જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News