મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે


SHARE









મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે

26 જૂન  વિદ્યુત સલામતી દિવસ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે કર્મચારીઓ તેમજ જનસમુદાયમાં વીજ સલામતી માટે માહિતી અને સતર્કતા આવે તે હેતુ થી તા: ૨૬/૦૬ થી ૦૨/૦૭ દરમિયાન આજની જાગૃતિ, આવતીકાલનું નિવારણ થીમ પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતીની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં વીજ સલામતીનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ તેમજ સ્કૂલ/ કોલેજના વિધાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

 

અત્રેની કચેરી હેઠળના વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે વિવિધ પ્રવૃતિઓ નું  આયોજન કરેલ છે તેમજ તા-૨/૦૭/૨૦૨૬ નાં રોજ મોરબી પીજીવીસીએલ દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતાને અવગત થાય તેમજ હાલમાં પ્રધાન મંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો વધુને વધુ લોકોને ફાયદો મળે તે માટે અવગત કરવાના પ્રયાસ કરવા અંગે નું આયોજન કરેલ છે.




Latest News