મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું


SHARE









માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું

માળીયા મીયાણાથી કાજરડા તરફ જવાના રસ્તા ઉપર ટીખડ કરતાં શખ્સને યુવાને ટોક્યો હતો જે તેને સારું નહીં લાગતા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડાનો ધોકો યુવાનને માથાના ભાગે માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના કાજરડા ગામે મસ્જિદ પાસે રહેતા ઇસ્માઈલભાઈ યુનુશભાઈ કાજડીયા (40)એ જલાવદીન હસણભાઇ કાજેડીયા રહે. કાજરડા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયાથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અલીયાસભાઈ મોવરના ઘર સામે આરોપી ટીખડ કરતો હતો જેથી ફરિયાદીએ તેને ટોક્યો હતો અને તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે યુવાનને માથાના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

જુના ઘાટીલા ગામના રહેવાસી ગોપાલભાઈ રતિલાલ આગેચાણિયા (25) નામનો યુવાન ટંકારા તાલુકાના ધૂળકોટ ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અસ્કમતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેરના ચંદ્રપુર ખાતે રહેતા કિરણબેન દશરથભાઈ પરમાર (28) નામના મહિલાને ગત તા. 28 ના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઘરે સસરા પક્ષના લોકોએ કોઈ અજાણી દવા પીવડાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે તેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે




Latest News