મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા દરમિયાન હાર્ટ અટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના નવલખી રોડ ઉપર ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર (50) નામ આધેડ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને હાર્ટ અટેકથી તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક પલટી મારી જતાં ઇજા

માળીયા (મી)નો રહેવાસી રાજેશભાઈ હરિયારામ યાદવ (40) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે હતો ત્યારે ત્યાં ટ્રક પલટી મારી જવાના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના આમરણ હાઈવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે વાહનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જામનગરના રહેવાસી ભાવેશભાઈ છગનભાઈ શીલું (35) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ ઇજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News