મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી


SHARE









ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી

સોના ચાંદી, ખાદ્ય વસ્તુઓ તેમજ રોકડા રૂપિયાની ચોરી થાય એવી ઘટનાઓ તો અનેક સામે આવી છે પરંતુ મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલ ગેસ એજન્સીના ગોડાઉનને ખોલીને તેમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી કરવામાં આવેલ છે જેથી 99 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ગેસ એજન્સીના સંચાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મૂળ મોરબી તાલુકાના થોરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં શનાળા રોડે આવેલ રામનગર સોસાયટી ખાતે રહેતા રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (56)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, થોરાળા ગામની સીમમાં તેઓનું ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સીનું ગોડાઉન આવેલ છે અને ગત તા. 27 ના રાત્રિના 8:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ગોડાઉનના દરવાજાને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને દરવાજો નહીં તૂટતા દરવાજાને હુકમાંથી ખોલી ખસેડી નાખ્યો હતો અને ત્યારબાદ ગોડાઉનની અંદર પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલા ગેસના ભરેલા 30 બાટલા જેની કિંમત 99 હજાર રૂપિયા થાય છે તે ગેસના બાટલાઓની ચોરી કરવામાં આવેલ છે જેથી ગેસ એજન્સીના સંચાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News