મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE





માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા પોલીસ ચોકીથી આગળના ભાગમાં મહાસતીજી સાથે સેવક મહિલા પસાર થઈ રહ્યા હતા દરમિયાન બોલેરો ગાડીને ચાલકે બંનેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહાસતીજી સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગાંધીધામ ખાતે સુંદરપુરી ઇકોની બાજુમાં રહેતા નરેશકુમાર નરસીભાઈ મકવાણા (37)એ બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે 19 વાય 7762 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપરથી તેઓના માતા રતનબેન તથા મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામી પસાર થઈ રહ્યા હતા દરમિયાન બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને પાછળથી ફરિયાદીના માતા તથા મહાસતીજીને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના માતા સહિત બંનેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
અંજારના વિજયનગરમાં સરકારી હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા નટુભાઈ વેલુભા રાઠોડ (65) એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર આરજે 7 જીઈ 4817 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે કચ્છ મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસેથી મોરબી તરફ જવાના રસ્તા ઉપરથી તેઓ પોતાની બલેનો કાર નંબર જીજે 12 એફબી 6259 ને લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે પાછળથી કારમાં પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને કરોડરજ્જુના ભાગે જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધ એડવોકેટે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News