મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ


SHARE









મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ

મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે મહિલા સરપંચ ગામમાં આવેલી દુકાનેથી વસ્તુઓ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા તેમજ સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી નાખવાની ગર્ભિત ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના રાજપર (કુ) ગામના મહિલા સરપંચ નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી (32)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા તથા સંદીપભાઈ ખીમજીભાઇ મેંદપરા રહે. બંને રાજપર (કું) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ ગામમાં આવેલી દુકાનેથી ચીજ વસ્તુઓ લઈને પોતાના ઘર તરફ પર જતા હતા ત્યારે મનસુખભાઈ દેત્રોજાએ તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને હું ગમે ત્યારે તેને સસ્પેન્ડ કરાવી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી હતી અને ત્યારબાદ બંને આરોપીઓએ ગ્રામ પંચાયતના ઓફિસના પગથિયાં ચડતા ચડતા ફરિયાદીને આજની મિટિંગમાં કોઈ નિર્ણય થવા દેવો નથી અને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી નાખવા છે તેવી તેવી ગર્ભિત ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા નોંધાવવામાં આવેલ ફરીયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News