મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વિરવિદરકા ગામે તળાવ પાસે જુગાર રમતા છ શખ્સો ૫૪,૧૦૦ની રોકડ સાથે ઝડપાયા


SHARE





માળીયા (મી)નાં વિરવિદરકા ગામે તળાવ પાસે જુગાર રમતા છ શખ્સો ૫૪,૧૦૦ની રોકડ સાથે ઝડપાયા

માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામના તળાવની પાછળ ખેતરના શેઢે લાઈટના અંજવાળે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે ૫૪,૧૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

માળીયા તાલુકા પીએસઆઈની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિરવિદરકા ગામના તળાવની પાછળ ખેતરના શેઢે લાઈટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગોવિંદસંગ દાદુભા ગઢવી જાતે ગઢવી (૪૯), કુપાલસંગ ગંભીરસંગ ગઢવી જાતે ગઢવી (૩૫), ઈકબાલભાઇ ગનીભાઇ પાયક જાતે ધાંચી (૪૨), સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા જાતે કોળી (૪૦), દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન જાતે પઠાણ (૬૪) અને રફીકભાઇ ગકુરભાઇ સંધવાણી જાતે મિંયાણા (૩૦)  જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૪,૧૦૦ નો મુદામાલ કબ્જે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તેમજ ક્રિપાલસિંહ ચાવડાવિશ્વરાજસિંહ ઝાલાસંજયભાઇ રાઠોડભગીરથસિહ ઝાલામહેન્દ્રસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી. 




Latest News