માળીયા (મી)નાં વિરવિદરકા ગામે તળાવ પાસે જુગાર રમતા છ શખ્સો ૫૪,૧૦૦ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સમાં કોર્સ પાસ
SHARE









મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સમાં કોર્સ પાસ
મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાની ખેલાડીઓને ઉત્તમ કોચિંગ મળે તે માટે હમેશા નવું નવું શીખવાનો પ્રયત્ન કરતા રહે છે જે અંતર્ગત તાજેતરમાં તેઓએ રાજસ્થાન રોયલ્સના માધ્યમથી ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ ઓનલાઈન સર્ટીફીકેશન કોર્સ પાસ કર્યો છે.
હાલમાં મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓએ પાસ કરેલ ઓનલાઈન કોર્સમાં ૧૫ ટોપિક હતા જેમાં પ્રેઝન્ટેશન, ક્વીઝના બધા જવાબો લીમીટેડ ટાઈમ ઝોનમાં આપવાના હોય છે જેમાં જવાબ સાચો છે કે ખોટો તે ઓનલાઈન પોર્ટલ પર આવી જાય છે અને માર્ક્સ આપવામાં આવતા હોય છે અને જવાબ ખોટો હોય તો નેગેટીવ માર્કિંગ સીસ્ટમ પણ અમલી હોય છે ત્યારે કોચ નિશાંત જાનીએ આ કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ કરીને મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ વિષે નવી વિગતો જાણી અને સીખી હતી જેનો લાભ નિશાંત જાનીના કોચિંગમાં તૈયાર થનાર ખેલાડીઓને મળશે તો મોરબીમાં ક્રિકેટ માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જહેમત ઉઠાવી રહ્યા છે તેવું પણ તેઓએ જણાવ્યુ છે
