મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા


SHARE





વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,05,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વીડી જાંબુડીયા ગામની સીમમાં ખાંભા વાળી ધાર વિસ્તારમાં વિશાલભાઈ કાંજીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિશાલભાઈ રાણાભાઇ કાંજિયા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજિયા અને દશરથભાઈ દિનેશભાઈ કાંજિયા રહે. બધા વિડી જાંબુડીયા તેમજ હમીરભાઇ હીરાભાઈ ગમારા રહે. પલાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,05,000 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદાર નગર વિસ્તારમાં રહેતા કંચનબેન નરસીભાઈ ડોડીયા (63) નામના વૃદ્ધા ઘરે દવા પી ગયા હોય તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરે છે

અકસ્માતમાં ઇજા
મોરબી રાજકોટ રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વીરપર ગામે રહેતા મોસીન રફિકભાઈ આલા (24) અને મહેંદીબેન મોસીનભાઈ આલા (22)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરાઈ છે




Latest News