મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન


SHARE





મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન

મોરબી તાલુકાનાં જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તેની સાથે જોડાયેલ સભ્યો અને ખેડૂત આગેવાનોને યેનકેન પ્રકારે દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સોમવારે સાંજના સમયે મોરબીના ખેડૂત આંદોલન સાથે જોડાયેલ યુવા આગેવાનના કારખાને જુદાજુદા વિભાગના અધિકારીઓએ પહોચ્યા હતા અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલનને વિખેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તે રીતે થોડા દિવસો પહેલા આંદોલનને આડકતરી રીતે મદદ કરી રહેલા મનોજ પનારા જે ગૌશાળાના ટ્રસ્ટમાં પ્રમુખ હતા તે ગૌશાળાને દબાણ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ ઉપવાસી છાવણી ખાતે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનારા રાજ્યના મંત્ર કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનો ટિંબડી ગામના પાટિયા પાસે ભરડિયો આવેલ છે ત્યાં ખાણ ખનીજ અને વીજ કંપનીની ટિમ પહોચી હતી ત્યાર બાદ સોમવારે સાંજે ખેડૂત આંદોલન સમિતિના સભ્ય અને યુવા આગેવાન વૈભવ અમૃતિયાનું સોખડા ગામના પાટિયા પાસે ફેરોલી નામનું પાર્ટીકલ બોર્ડનું કારખાનું આવેલુ છે ત્યા ખાણ ખનીજ, મહિલા-બાળ વિકાસ સહિતના જુદાજુદા સરકારી વિભાગોની ટીમો પહોચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.




Latest News