મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો


SHARE





મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપર કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કંઈ તકલીફ ન પડે એ માટે અનેક લોકોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવી જ રીતે સરકાર દ્વારા બાલવાટીકાથી ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે 1650/- રૂપિયા અને ધો.6 થી 8 આઠના વિદ્યાર્થીઓ માટે 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ DBT ડાયરેક્ટ બેનીફિશિયર ટ્રાન્સફર અંતર્ગત વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એ માટે દરેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ જરૂરી છે, જેથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કે જે હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ છે, તેના મેનેજરની શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી.વડસોલાએ મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે શાળામાં કેમ્પ કરવાની રીકવેસ્ટ કરી હતી જેથી બેન્ક દ્વારા શાળામાં આવીને ત્યાં સ્થળ ઉપર જ 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા. જેથી બેંકના અધિકારી અને સ્ટાફનો પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News