મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી


SHARE





મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી


ટંકારા તાલુકાના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાને એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યુરન્સએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં કોર્ટ વીમા કંપનીને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજ અને રૂપિયા પાંચ હજાર ખર્ચના આપવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ટંકારા તાલુકાના રાજાવડ ગામના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાનો એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યોરન્સનો પ્રધાનમંત્રી જીવન જયોત યોજનાઓનો વીમો હતો.જેમાં રમેશભાઈનુ હાર્ટ એટેકથી મરણ થતા જશીબેનને મળતા બે લાખ વીમા કંપનીએ સામાન્ય કારણ જશીબેન અને જયોત્સનાબેનના નામને લીધે વીમો આપવાની ના પાડતા જશીબેનએ મોરબી શહેર-જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેશ દાખલ કરતા નામદાર કોર્ટે એસ.બી.આઇ.લાઇફ ઇન્સ્યોરન્સને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજે સાથે તા.૯-૧-૨૬ થી ચુકવવા અને ૫૦૦૦ ખર્ચ પેટે મંજુર કરેલ છે.ગ્રાહકને કોઇપણ અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News