મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ


SHARE





મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ

મોરબીમાં જુદીજુદી બે જગ્યાએ જુગારની રેડ કરી હતી જેમાં 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ વરલી જુગારની રેડ કરી હતી અને ત્રણ આરોપીએ પકડવામાં આવેલ છે જો કે, ત્રણ શ્ખ્સોના નામ સામે આવેલ હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઉસ્માનભાઈ બાદનમીયા કાદરી (48) રહે. મોચી શેરી મોરબી, કાસમભાઈ બશીરભાઇ ભટ્ટી (24) રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી, એજાજભાઈ સીદીકભાઈ કાસમાણી (27) રહે. પખાલી શેરી મોરબી, આસિફભાઇ યુસુફભાઈ કચ્છી (24) રહે. સોની બજાર મોરબી, મુન્નાભાઈ રહીમભાઈ જુનાણી (32) રહે. સિપાઈ વાસ મોરબી, મોહસીનભાઈ રહીમભાઈ દલ (૩૩) રહે. મહેન્દ્રપરા મોરબી, હૈદરભાઈ ઉર્ફે અકરમભાઈ હુસેનભાઇ ભટ્ટી (27) રહે. માધાપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4,450 રોકડા કબજે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ફુલછા કોલોની શેરી નંબર ત્રણમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ કરીમભાઈ નાથાણી (23), ઇરફાનભાઇ રહીમભાઈ સુમરા (21) અને હરેશભાઈ અમરશીભાઈ સુરેલા (35) રહે, બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો મોરબીના લાલપર ગામ પાસે જુના રફાળેશ્વર રોડ ઉપર કારખાના નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ઈરફાનભાઇ રફિકભાઈ સમા (28) રહે. સોઓરડી મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 320 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

જ્યારે વાંકાનેરના નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલ પંપ નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા શકીલ અયુબભાઈ મન્સૂરી (26) રહે. શાંતિનગર મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવ્યો હોય પોલીસ 300 રૂપિયા રોકડા તથા 3500 નો મોબાઈલ આમ કુલ મળી 3800 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ક્રિપાલસિંહ બાબુભા દરબાર રહે. મિલન પાર્ક સોસાયટી વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેરમાં ગ્રીનચોક નજીક વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સંદીપ રમણીકભાઈ માણેક (43) રહે. કડીયાવાડ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 450 ની રોકડ અને 4000 ની કિંમતનો મોબાઇલ ફોન મળીને 4450 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને તેની પાસેથી જુનેદ યાકુબભાઈ ભટ્ટી રહે. વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે અને વરલી જુગારની ત્રીજી રેડ જુના પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા માહિરઅહેમદ મુસ્તાકભાઈ હેરંજા (19) રહે. મોમીન શેરી વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 400 રોકડા તથા 2500 ની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો આમ 2900 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મુસ્તાકભાઈ બિસ્મિલ્લાખાન પઠાણ રહે. મોમન શેરી વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News