મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ


SHARE







મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ

મોરબીના જેતપર ગામે આશરે બે મહિનાથી ખેડૂતો દ્વારા વીજ કંપનીના ખેતરોની અંદર ઊભા કરવામાં આવતા વીજપોલ સામે પૂરું વળતર મેળવવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા વળતર માટે જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં ખેડૂતોને નુકસાનીની સામે પૂરું વળતર મળતું ન હોય નવા પરિપત્રનો અસ્વીકાર કરીને ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં શાંતિપૂર્ણ રીતે પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે જોકેઆગામી સમયમાં આંદોલન ગુજરાત વ્યાપી અને ઉગ્ર આંદોલન બને તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહ્યું છે

ગુજરાતના જિલ્લાઓની અંદર હાલમાં ખાનગી વીજ કંપની દ્વારા તેના વીજ પ્રોજેક્ટ માટે થઈને ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તથા વીજ લાઈનનો કોરીડોર પસાર કરવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાનીની સામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા પાસેરામાં પૂણી જેટલું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોમાં ભારો ભાર રોષની લાગણી છે અને હાલમાં મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખેડૂત આંદોલન શરૂ થયું છે અને બિન રાજકીય રીતે ખેડૂતો દ્વારા સંગઠન બનાવીને સરકાર અને ખાનગી વીજ કંપની પાસેથી નુકસાની સામે પૂરતું વળતર મેળવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

આંદોલન સમિતિના સભ્ય પ્રતિકભાઇ પટેલે જણાવ્યુ હતું કેઆજથી બે મહિના પહેલા ખેડૂતો દ્વારા તેઓના ખેતરની અંદર ઉભા કરવામાં આવતા વીજ પોલની સામે પૂરતું વળતર મળ્યું ન હોવાથી કામનો વિરોધ કરવામાં આવ્યો હતો અને 15 થી 20 દિવસ સુધી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારબાદ ખેડૂતો દ્વારા દિવસ માટે જેતપર ગામે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું. ત્યાર પછી ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટરને એવી3દાનપત્ર આપ્યું હતું તેમ છતાં પણ તેઓની માંગણીઓને સ્વીકારવામાં ન આવતા તા. 18/6 થી ખેડૂતો દ્વારા જેતપર ગામે ઉપવાસી છાવણી નાખીને આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા અને હાલમાં પણ પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે.

વધુમાં નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કેસરકારે વળતર માટે નવી નીતિ જાહેર કરી હતી અને તેના માટેનો તા 4/7 ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો. જો કેખેડૂતોને પૂરું વળતર મળતું ન હોવાથી ખેડૂતોએ આમરણાંત ઉપવાસના દીકરીઓના હસ્તે પારણા કર્યા હતા પરંતુ ખેડૂતોની માંગણી મુજબ વળતર ન મળે ત્યાં સુધી આંદોલન પાર્ટ સમગ્ર ગુજરાતમાં ચાલુ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું અને હાલમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અને કચ્છ જિલ્લાની અંદર હાલમાં ખેડૂતોની બિન રાજકીય સમિતિ બનાવી રહ્યા છે અને આયોજન પૂર્વક આ આંદોલન ગુજરાતમાં વેગવંતુ બની રહ્યું છે.

હાલમાં મોરબીના જેતપર ગામે જુદા જુદા ગામોમાંથી ખેડૂતો અને મહિલાઓ આવે છે અને ત્યાં પ્રતિક ઉપવાસ કરે છે. અને આગામી દિવસોમાં મોરબીથી શરૂ થયેલું આંદોલન રાજ્ય વ્યાપી બનશે તેવા એંધાણો હાલમાં દેખાઈ રહ્યા છે કેમકે ખેડૂતો તેઓની બાપ દાદાની ખેતીની જમીન છે તે જમીન ઉપર વીજ પોલ ઉભા કરવામાં આવે છે તેનાથી તેઓની જમીનની કિંમત ઘટે છે સાથોસાથ તેઓ તથા તેમની આગામી પેઢી ઉપર જીવનું જોખમ વધે છે જેથી ખેડૂતો દ્વારા તેમની જમીન ઉપર ઉભા થતાં વીજ પોલ અને પસાર થતા કોરીડર સામે પૂરતા વળતરની માંગ કરવામાં આવી રહી છે. અને જ્યાં સુધી તેઓની માંગ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેવાનું છે.






Latest News