હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના


SHARE









મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના

મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ, ધારાસભ્યો તેમજ જુદાજુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખાસ કરીને મોરબી-રાજકોટ રોડનું તાત્કાલિક સમારકામ શરૂ કરવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી હતી. સાથોસાથ રાજ્યમંત્રીએ મોરબી જિલ્લાને પ્રવાસન હબ બનાવવા માટે અધિકારીઓને ટકોર કરી હતી.

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને અધિકારીઓને કામગીરી તાત્કાલિક હાથ ધરવા આદેશ કર્યો હતો અને આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ‘ટૂરિઝમ હબ’ તરીકે વિકસાવવા અને ‘નમો વન’ ના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.   આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઇ ચાવડા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર  બેરવાલ, આરએસી એસ.જે. ખાચર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News