મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ


SHARE









મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ
મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા પરીવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી સગીર હોવાનું જાણતા હોવા છતા અપહરણ કરી જવાના ભોગ બનેલ સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવેલ છે.ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય જાલમસિંગ તાડ રહે. તાંડાખેડા સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ સામે ફરીયાદ નોંધાવતા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીઆઈ ઘેટીયા તથા સ્ટાફે ભોગ બનનારને શોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

યુવાન સારવારમાં
 મોરબીના ગોરખીજડીયા ગામે આવેલ વેલોર ઓટોપેકમાં કામ દરમ્યાન ઈલે.શોર્ટ લાગતા જીતેન્દ્રભાઈ શિવપુજનને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા (મીં)ના મોટા દહીસરા ગામે રહેતા વનરાજસિંહ ભરતસિંહ જાડેજા (35)ને અજાણ્યા ટ્રક હડફેટે ઈજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારાના સજનપર ગામે કાકાના ઘરે પાઈપ વડે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણ છગનભાઈ રાઠોડ (34) નામના યુવાનને સારવાર માટે મોરબી લવાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત
 મોરબીના રવાપર રોડ આનંદ સ્ટેશનરી પાસે રોડ ક્રોસ કરતા સમયે વાહન નંબર જીજે 03 ડીજે 2570ના ચાલકે હડફેટે લેતા હર્ષિલ ગુલાબગીરી ગૌસ્વામી (18) રહે. તુલસી પાર્ક દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબીને સિવિલે સારવારમાં ખસેડાયો હતો. તેમજ આલાપ રોડ ખાતે રહેતા સુમન વિશ્ર્વકર્મા જયગન (26)ને આલાપ રોડે વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા 108 વડે સારવારમાં લાવવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

યુવાનનું મોત
 મોરબીના શનાળા રોડ ખાતેથી અજાણ્યા આશરે ચાલીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા એ ડીવીઝન પોલીસને જાણ કરાતા સ્ટાફના આર.આર. મિયાત્રાએ આગળની તપાસ કરી હતી. બાદ પીએસઆઈ વાણીયાને તપાસ સોંપતા બાઈક સ્લીપ થતા ઈજા થવાથી મોત નિપજયું હોવાનું ખુલ્યું હતું.
 

જયારે મોરબી રોહિદાસપરામાં ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલા ધવલભાઈ મહેશભાઈ મુછડીયા (19)ને સિવિલે સારવારમાં લવાયેલ હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી અને માટેલ રોડ ઉપર અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ સુશિલ બુજારસિંગ (17) રહે. ઢુવા તા. વાંકાનેર તેમજ ઢુવા પાસે જ રહેતા અને ત્યાં ટ્રકની હડફેટે ઈજા પામેલ જોસનાબેન દુર્ગાભાઈ સોરેન (24) નામની મહિલાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News