મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી


SHARE









મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 77 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે પટેલ સમાજ વાડી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આગામી દિવસોમાં અઢી લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન મહાપાલીકા દ્વારા કરવામાં આવ્યું છે તેવું મેયરે જણાવ્યું હતું

સમગ્ર દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વૃક્ષોનું વાવેતર અને વૃક્ષોનું જતન કરવું અનિવાર્ય બન્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીમાં મહાપાલિકા કક્ષાએ 77 માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતિભાઈ પડસુંબિયા, ચિરાગભાઈ રાણપરા, જયેશભાઈ દેસાઈ, અર્પિતબા જાડેજા, ગણેશભાઈ ડાભી, પૂનમબેન આગેચાણિયા, નુતનબેન વિડજા તેમજ અન્ય ચૂંટાયેલા સભ્યો તથા કમિશનર સંગીતા રૈયાણી અને ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણના નાયબ વન રક્ષક બી.એમ.પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સૌ કોઈએ મોરબીવાસીઓને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને મોરબીને હરિયાળુ બનાવવા માટે થઈને આહ્વાન કર્યું હતું ત્યારબાદ મોરબીના મેયર ઉત્તરાણીએ જણાવ્યું હતું કે, મોરબીના ભડીયાદ રોડ ઉપર 6.5 એકર જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવા આવશે અને ત્યાં અઢી લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવશે આમ મોરબી હરિયાળુ બને તેના માટે મહાપાલીકા દ્વારા પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે




Latest News