મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન


SHARE









મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, મોરબી તાલુકા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મહિમાને ઉજાગર કરવા “ગુરુવંદના કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રવિભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ અઘારા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રવિભાઈ ઝાલા દ્વારા ગુરુના મહિમા, શિક્ષકની જવાબદારી અને ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરનાર મહત્વપૂર્ણ ઘડવૈયા છે, તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ મુખ્ય મહેમાન વિપુલભાઈ અઘારા દ્વારા પણ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે દિનેશભાઈ વડસોલા દ્વારા મોરબી તાલુકા ટીમની નવી રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News