મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત


SHARE









કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત.

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી) વાહનો માં વપરાતું એક સ્વસ્છ અને પર્યાવરણ ને અનુકુળ ઇંધણ છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારંવાર સી.એન.જી ગેસ વાપરવા અપીલ કરેલ છે. જે વાહનો અને પર્યાવરણ માટે ખુબજ અગત્ય નું છે. અને હવે ભારતભરમાં સી.એન.જી વાહનો પણ ઉપલબ્ધ છે. પરંતુ કચ્છમાં હજુ પણ સી.એન.જી પંપો ખુબજ ઓછા છે, વપરાશ અને વાહનો ની સંખ્યાની દ્રષ્ટિએ પંપો ઘણા ઓછા છે. અને સી.એન.જી વપરાતા વાહન ધારકોને લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે જેથી તેઓના સમયનો વેડફાટ થાય છે.

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભારત પેટ્રોલીયમ કો.લી, ઇન્ડિયન ઓઈલ કો.લી, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી, ગુજરાત ગેસ લી, અદાણી ટોટલ ગેસ લી. ના ડાયરેક્ટરોને ગાંધીધામ, અંજાર, આદિપુર તથા કચ્છનાં વિવિધ તાલુકાઓમાં જરૂરિયાત મુજબ સી.એન.જી પંપો સ્થળ પસંદગી તથા અન્ય જરુરી પ્રક્રિયા હાથ ધરી વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા ભલામણ પત્રો લાખેલ છે. અને જનહિતને ધ્યાને રાખીને આ કામને પ્રાથમિકતા આપી હકારાત્મક અને ઝડપી કાર્યવાહી કરવા સાંસદે અનુરોધ કરેલ છે.




Latest News