મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા


SHARE





વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા

વાંકાનેરના ધમલપર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ હતી જે ગુનામાં નાસતા ફરતા આરોપી મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ધરમપુર રોડ પરથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ પુષ્કરધામ એવન્યુ-નાગબાઈ મંદિર પાસે રહેતા નિકુંજભાઈ ભવનભાઈ રામાણી (36)એ એપ્રિલ 2025 ના રોજ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ધમલપર ગામ પાસે 220 કેવી વાંકાનેર સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેપેસીટર બેંકના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ છે જેનું વજન 300 કિલો અને કિંમત 50,000 રૂપિયા થાય છે. આ ગુનામાં આરોપીને પકડવાના બાકી હતા તેવામાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, વાંકાનેર સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર પાસે ઉભા છે જેથી મોરબી તાલુકા પોલીસની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપી અરવિંદ બચુભાઈ વિરમગામીયા (33) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી, વનરાજ દેવરાજ કુંઢીયા (20) રહે. લીલાપર ચોકડી મોરબી અને કાટીયો ઉર્ફે અશોક નરસીભાઈ વિરમગામીયા (35) રહે. કુળદેવી પાનની બાજુમાં માફાતિયાપરા મોરબી વાળાને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News