મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ


SHARE





ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ

વાંકાનેરમાં જીપરા જકાતનાકા પાસેથી પસાર થતી બલેનો ગાડીને સ્થાનિક પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 600 લીટર દારૂનો જથ્થો મળી આવતા 1,20,000 ની કિંમતનો દારૂ તથા મોબાઈલ અને ગાડી મળીને 6,25,000 ના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનાર અને મંગાવનારના નામ સામે આવેલ હોય મહિલા સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી બલેનો ગાડી નંબર જીજે 36 એપી 9251 ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,20,000 ની કિંમતનો દારૂનો જથ્થો તથા કાર અને મોબાઇલ ફોન વગેરે મળીને 6,25,000 ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં આરોપી હિમાંશુ જશવંતભાઈ સોલંકી (20) રહે. સોઓરડી ચામુંડાનગર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીની ગાડીમાંથી મળી આવેલ દારૂનો જથ્થો કિશન કોળી રહે. ચીરોડા તાલુકો ચોટીલા વાળાએ ગાડીમાં ભરી આપ્યો હતો અને મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં મુસ્કાનબેનને આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે ચાલી રહી છે




Latest News