મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે


SHARE





મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે

મોરબીના જુનાઘાંટીલા ગામ સ્થિત શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહત્વપૂર્ણ જાહેર સૂચના આપવામાં આવી છે. આગામી તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ અમાસ નિમિત્તે મંદિર પરિસરમાં દર વર્ષે યોજાતો પરંપરાગત અમાસનો મેળો આ વર્ષે સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના સ્ટોલ, ચકડોળ કે વેપાર-ધંધા માટેની મંજૂરી રહેશે નહીં. મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હોવા છતાં ભક્તજનો માટે ભગવાન દૂધેશ્વર મહાદેવના દર્શન નિયમિત સમય મુજબ ચાલુ રહેશે. મંદિર સંચાલન દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને ભક્તજનોને આ બાબતની નોંધ લેવા તેમજ મેળો બંધ રાખવાના નિર્ણયમાં મંદિર આયોજકોને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.




Latest News