મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–૨૦૨૬ યોજાઇ મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર તાત્કાલિક પેચ વર્ક કરાવવામાં આવ્યું મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં


SHARE





મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં

મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેના માટે કુલ મળીને 33 ફોર્મ  ભરવામાં આવ્યા હતા જેમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 8 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી કરીને હવે માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે કુલ મળીને 33 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરાવામાં આવ્યા હતા. અને બુધવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની આખરી તારીખ હતી ત્યારે વેપારી પેનલમાંથી 1 અને ખેડૂતની પેનલમાંથી 7 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી હવે યાર્ડની 14 બેઠકો માટે કુલ મળીને 25 આગેવાનો મેદાનમાં છે અને આગામી તા 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે ઉલેખનીય છે કે, સહકર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલ આ ચુંટણીમાં આમને સામને છે. ઉલેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988. 1995, 2001 અને 2021 માં ચુંટણી યોજાઈ હતી અને હાલમાં વર્તમાન બોડીની મુદત પૂરી થયેલ છે જેથી કરીને ચૂંટણી યોજવા જય રહી છે, આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે અને આ યાર્ડમાં મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 મંડળીઓ અને 1668 મતદારો નોંધાયેલ છે. જો કે, હાલમાં ખેડૂતોનું જે મોરબી જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે તેની અસર યાર્ડની ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર હાલમાં રાજકીય પંડિતોની નજર મંડાયેલ છે.




Latest News