મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર


SHARE





મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર

હિન્દુ રીતરિવાજો મુજબ સ્વજનના સ્વર્ગવાસ બાદ વર્ષો સુધી તેઓના પરિવારજનો તેમના આત્માની શાંતિ માટે અનેક ધાર્મિક, સેવાકાર્યો કરતા રહી દિવંગત આત્મીય જનને શ્રદ્ધાંજલિ આપતા હોય છે.

આવી જ રીતે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને હાલમાં મોરબી મહાપાલિકાના કોર્પોરેટર અને જાણીતા બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેને બે વર્ષ પૂર્વે અનંતની વાટ પકડી અને સ્વર્ગ સીધાવ્યા હતા તેમના સ્વર્ગવાસ બાદ કાસુન્દ્રા પરિવાર તેમની સ્મૃતિમા માસિક, વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અનેક ધાર્મિક, સેવાકાર્યો કરતો રહ્યો છે. અને તા 2/9 રોજ તેમની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પણ ગોપાલભાઈ કાસુન્દ્રા પુત્ર પરિવાર સહિતના પરિવારજનોએ માનવ મંદિરના તમામ વડીલોને ભાવતા ભોજન જમાડી, માધવ ગૌસવર્ધન ટ્રસ્ટ, રવાપરમાં 51 મણ લીલો ઘાસચારો આપી, મોહન ગીર ગૌશાળામાં 11,111 નું તેમજ આમરણ ગૌશાળામાં 51 હજારનુ અનુદાન આપી પોતાના દિવંગત સ્વજનને સેવાકાર્યો કરવા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.




Latest News