વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો
વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલી સમયે મિત્રનું ઉપરાણું લઈને ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ડાબા હાથના ભાગે છરીના બે ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા સાગરભાઇ ભુપતભાઈ પાટડીયા (27)એ શુભમ ભાટી રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મિત્રને આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી અને તે સમયે ફરિયાદી તેના મિત્રનું ઉપરાણું લઈને ગયો હતો આ બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ આરોપી પાસે રહેલ છરી વડે ફરિયાદી પણ હુમલો કરીને તેને ડાબા હાથમાં બે ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દવા પી જતા સારવારમાં
મોરબી સામાકાઠે સોઓરડીના રસ્તે આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ભાણજીભાઈ ડાભી નામના ૪૧ વર્ષના યુવાને તેના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી હતી જેમાં તેણે નિવેદનના જણાવ્યું હતું કે તાજેતરમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય ટેન્શનમાં આવી જઈને ઉપરોકત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતા જયશ્રીબેન કમલેશભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના મહિલા રવિવારી બજારમાં ગયા હતા ત્યાં કોઈ અજાણી વ્યક્તિ સાથે ઝઘડો થતાં સામેવાળાએ પથ્થર મારતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી સોઓરડી સામેકાંઠે રહેતા સબાનાબેન રમજાનભાઈ જેડા નામની ૨૪ વર્ષની યુવતીએ પણ કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા જીન્નતબેન બબુમિયા બુખારી નામના ૫૪ વર્ષીય વૃદ્ધાને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જીવાપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે અસર થતા સુનીલ રતનસિંહ મહાવીર (૨૦) નામના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના જીકીયારી ગામે છત ઉપરથી પડી જતા ઈજા પામેલ રાજુભાઈ શામજીભાઈ સોલંકી નામના ૫૦ વર્ષના આધેડને પણ ઇજા પામેલ હાલતમાં મોરબી ખસેડાયા હતા. અને વાંકાનેર ખાતે રહેતા શહેનાઝબેન હાજીભાઈ મોવર નામના ૪૦ વર્ષના મહિલા કોઈ કારણસર તેઓના ઘરે ફીનાઈલ પી ગયા હોય મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સાપ કરડી ગયો
ટંકારાના નસીતપર ગામે રમેશભાઈની વાડીએ કામ દરમિયાન સાંજના સમયે દેવલીબેન રમણભાઈ તાણું નામના ત્રીસ વર્ષીય મહિલાને સાપ કરડી ગયો હોય અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં રહેતા ચેતનાબેન કિશોરભાઈ રાઠોડ નામના ૩૫ વર્ષના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા તેઓને પણ અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપર બે બાઇક અથડાયા હતા જેમાં સુનીલ સોમાભાઈ મકવાણા (ઉમર ૨૦) રહે.ત્રાજપરને ઇજાઓ પહોંચી હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.તેમજ ઘરે મારામારીના બનાવમાં ઈજા પામતા જયંતીભાઈ રામજીભાઈ વાઘેલા (૪૪) રહે.ધુળકોટને પણ સિવિલે સારવારમાં ખસેડાયો હતો.તેમ પોલીસે જણાવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરામાં શાંતિવન સ્કૂલ નજીક રહેતા કિરીટભાઈ દેવજીભાઈ ચાવડા નામના ૪૦ વર્ષના યુવાનને તા.૩૧-૮ ના બપોરના ૨ વાગ્યે ઘરે સોડામાં જલજીરા નાખીને પિતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને શ્વાસ લેવામાં તકલીફ પડતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે તેઓને સિલિકોસીસની બીમારી હોય અને સોડામાં જલજીરા નાખીને પી લેતા નાકમાંથી લોહી નીકળ્યું હતું અને તેના લીધે તેઓને સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલ કેસરબાગમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ઓમપ્રકાશ ફુલવાડીભાઈ કુશ્વાહ નામના ૬૦ વર્ષના વૃદ્ધ ચા લેવા માટે ગયા હતા અને તેઓ પરત આવતા હતા ત્યારે નટરાજ ફાટક પાસે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા પામ્યા હોય સારવાર માટે ખસેડાયા હતા.









