વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ મંગોલીયાની દીકરી ચાંદની (17)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ અનિલકુમાર પરમાર ચલાવી રહ્યા છે જ્યારે બીજા બનાવમાં હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ગુલશનકુમાર સુભાષચંદ્ર પંજાબી (25)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ દિલીપકુમાર સુભાષચંદ્ર પંજાબી (27) રહે. હાલ ભવાનીનગર ઢોરો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાર હડફેટે ઇજા
મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા ઢુવા ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઈકને કારના ચાલાકે હડફેટે લેતા બાઈક સવાર અનુપ જોખનભાઈ ચૌહાણ (૨૪) અને લખન રામક્રિપાલભાઈ રાવત (૨૪) બંને રહે.વાકાનેરને ઇજા થયેલ હોય મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાઘપરા શેરી નંબર-૭ માં રહેતા પરિવારની અમીષાબેન દયારામભાઈ ચૌહાણ નામની ૨૮ વર્ષની યુવતીને ઘરે પિતાએ માર મારતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.
મારામારી
મોરબી પંચાસર રોડ ઉપર આવેલ વિજયનગરમાં રહેતા રવિભાઈ લાભશંકર શુક્લ નામના ૩૫ વર્ષના યુવાનને પંચાસર રોડ ગીતામિલ પાસે અકસ્માત બાદ ઝઘડો થતા મારામારીમાં ઇજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલી યદુનંદન સોસાયટીમાં રહેતા કિરીટભાઈ રતિલાલ મિસ્ત્રી નામના ૬૦ વર્ષીય વૃદ્ધને સાયકલ લઈને જતા રસ્તામાં પડી જતા ઈજા થઈ હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને પંચાસર રોડ ભરવાડ વાસ વિસ્તારમાં રહેતા માયાબેન દિનેશભાઈ દેલવાડીયા (૪૫) ને ઘરે પતિએ માર મારતા તેમને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.









