મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં હળવદના નવા દેવળિયા અને ટંકારાના વિરપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર
Breaking news
Morbi Today

અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત


SHARE









અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત

મોરબીના બરવાળા ગામે માતા સાથે કપડાં ધોવા માટે ગયેલ બાળકી પાણીના ખાડામાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેરના રાણેકપર ગામે વાડીમાં આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તરુણીનું મોત નીપજ્યું છે અને ટંકારાના હરબટીયાળી ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું

મોરબીના બરવાળા ગામે રહેતા રાજુભાઈ દેલવાડીયાની 10 વર્ષની દીકરી તનુબેન દેલવાડીયા તેની માતા સાથે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બરવાળા ગામ પાસે આવેલ પાણીના નાના ખાડા પાસે કપડાં ધોવા માટે ગઈ હતી ત્યારે ત્યાં પગ લપસી જવાના કારણે તનુબેન પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તેને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને બાળકીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે યાકુબભાઈ માથકીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કનીયાભાઈ પસાયાની 15 વર્ષની દીકરી રેનાબેન વાડીએ આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી ગઈ હતી અને તે પાણીમાં ડૂબી ગઈ હતી જેથી તેને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તરુણીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વિમલભાઈ ધનજીભાઈની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો મુકેશભાઈ કુબાભાઈ વાખડા (22) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની શૈલેષભાઈ તેજાભાઈ વાખડા (38) રહે. હાલ રોહીશાળા ગામ મનોજભાઈ પટેલની વાડીએ મૂળ રહે દાહોદ જિલ્લા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News