મોરબીમાં ઘૂસી ગયેલા શખ્સને ફાર્મ હાઉસે લઈ જઈને માર મારીને હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર વાંકાનેરના પંચાસીયા ગામે યુવાનની હત્યાના કેસમાં આરોપીને એકને આજીવન કેદની સજા મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન


SHARE









મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન

મોરબીના સાનિધ્ય પાર્કના સાર્વજનિક પ્લોટમાં આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન મોરબી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનાં સભ્યશ્રી પિયુતાબેન પટેલ દ્વારા દીકરીઓને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી.

નવરાત્રી માત્ર માતાજીની આરાધનાનો પર્વ નથી, પરંતુ નારીશક્તિના સન્માન, દીકરીઓના ગૌરવ અને માનવતાના મૂલ્યોને આત્મસાત કરવાનો પવિત્ર અવસર પણ છે. આ ભાવનાને સાકાર કરતાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં દીકરીઓને ભેટ આપી તેમના પ્રત્યે સ્નેહ, સન્માન અને પ્રોત્સાહનની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે દીકરીઓના શિક્ષણ, સુરક્ષા, સમાનતા અને સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. દીકરીઓને સન્માનિત કરવાનો આ પ્રયાસ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા તથા નારીશક્તિના ગૌરવને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રેરણાદાયી બન્યો હતો.નવરાત્રીના પાવન પર્વે ભક્તિ સાથે માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતા આ કાર્યક્રમની ઉપસ્થિતોએ સરાહના કરી હતી.




Latest News