મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
SHARE
મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
ગૌરક્ષક દળ મોરબી જિલ્લા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું આયોજન નિરાધાર ગૌશાળા, મહેન્દ્રનગર પીપળી રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત રાત્રે 8:00 વાગ્યાથી ધૂન, ભજન અને રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે 11:00થી 12:00 વાગ્યા સુધી શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા મહાઆરતી યોજાશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાવિકો માટે પવિત્ર પ્રભુ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે દિનેશ લોરિયા (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, દિલ્હી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.ધાર્મિક માહોલમાં યોજાનાર આ ભવ્ય જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ભક્તિમય ગણાતા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની મોરબીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ફટકી ફોડ, મહાઆરતી અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી પંચાસર રોડના અલગ-અલગ 8 સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. હરસિદ્ધિ હનુમાનજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. બપોરે 12 કલાકે મુખ્ય મટકી ફોડ તથા લાઈવ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી બાદ ભક્તજનો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજનગર યુવા ગ્રુપ દ્વારા શહેરના ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમી મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.









